21/10/2025
ગિરનાર ગોરખનાથ મંદિર બનાવ બાદ શ્રેષ્ઠ કામગીરી કરનાર જૂનાગઢ પોલીસનું સન્માન
હિન્દુ-જૈન સંતોએ વ્યક્ત કરી પ્રશંસા, ગિરનાર પર CCTV માટે અનુદાન ની જાહેરાત
ગિરનાર પર્વત પર ગુરુ ગોરખનાથજીની મૂર્તિ ખંડિત થવાના બનાવ બાદ જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડતાં પ્રશંસનીય ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. આ ઝડપી કામગીરીને બિરદાવવા માટે આજે ગુરુ ગોરખનાથ આશ્રમ ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જૂનાગઢ રેન્જ ના IG નિલેશ ઝાંઝડીયા, જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયા, SP સુબોધ ઓડેદરા, DySP હિતેશ ધાંધલીયા સહિત 108 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સાધુ સંતોએ સન્માન આપ્યું.
IG નિલેશ ઝાઝડિયા એ જણાવ્યું કે, “ગિરનાર પર્વત પર બનેલો આ દુઃખદ બનાવ ઉકેલવો જરૂરી હતો. પોલીસ ટીમે સતત મહેનત કરીને વિશ્વાસ જાળવી રાખ્યો છે.” તેમણે વધુમાં જણાવ્યું કે સંત સમાજે સુરક્ષા મજબૂત કરવા CCTV પ્રોજેક્ટ માટે અનુદાન આપવાનો સંકલ્પ કર્યો છે.
SP સુબોધ ઓડેદરાએ કહ્યું કે, “આ ગુનો ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો હતો, તેથી ઝડપથી ઉકેલવા માટે તમામ ટીમો એ સંકલિત રીતે કાર્ય કર્યું.
સંત સમાજ દ્વારા મળેલ આ સન્માન અમારે માટે ઉત્સાહવર્ધક છે.”ગુરુ ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથજી મહારાજે જણાવ્યું કે, “પોલીસે ટૂંકા સમયમાં આરોપીઓને ઝડપી પાડી દાખલો પુરો પાડ્યો છે.
હવે CCTV સ્થાપન થી ભવિષ્યમાં સુરક્ષા વધુ મજબૂત બનશે.”જૈન સમાજના મહંત નમ્રમુનિ મહારાજે જણાવ્યું કે, “ગિરનાર સમગ્ર સમાજની આસ્થા સાથે જોડાયેલો છે, તેથી CCTV પ્રોજેક્ટ માટે જૈન સમાજ સંપૂર્ણ સહયોગ કરશે.
”આ સન્માન સમારોહ પોલીસ વિભાગ અને સાધુ સંત સમાજ વચ્ચેના સુમેળ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે. ગિરનારની શાંતિ અને સુરક્ષા માટે શરૂ થતો CCTV પ્રોજેક્ટ આગામી સમયમાં મહત્વની ભૂમિકા ભજવનાર છે.
************
જૂનાગઢનું બેસ્ટ મીડિયા એટલે...
*દૂરબીન મીડિયા*
વ્હોટસએપ follow
https://whatsapp.com/channel/0029VaAIrtfDjiOhUPVoEb3b
*Web portal:* https://www.doorbeenmedia.com/
*Facebook:* https://www.facebook.com/doorbeenn
*YouTube:* https://www.youtube.com/doorbeenm
*Instagram:* https://www.instagram.com/
*Twitter:* https://twitter.com/
*Threads:* https://www.threads.net/
*Telegram:* https://t.me/doorbeenm
*Contact:* WhatsApp No: +91 9426457264
*Email:* [email protected]